મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની આજે પંચમહાલ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની પ૦૦ મહિલા સભ્યોએ વિધાનસભા પરિસરમાં મૂલાકાત લીધી હતી.

શહેરના વિધાયકશ્રી જેઠાભાઇ ભરવાડના નેતૃત્વમાં મહિલા શૈક્ષણિક તાલીમ કાર્યક્રમ અંતર્ગત આ ગ્રામીણ મહિલાઓએ વિધાનસભાની કાર્યવાહી નિહાળી હતી અને મુખ્યમંત્રીશ્રીનું પ્રેરક માર્ગદર્શન મેળવ્યું હતું.

મહિલા શૈક્ષણિક તાલીમ કાર્યક્રમ અન્વયે વિધાનગૃહની કાર્યવાહી નિહાળીમુખ્યમંત્રીશ્રીનું માર્ગદર્શન મેળવ્યું